પ્રકરણ ૨ / अध्याय 2
હિન્દી વ્યાકરણ / हिंदी व्याकरण
સંજ્ઞા અને સર્વનામ તથા તેની પર લિંગ, વચન અને કારકની અસર
संज्ञा एवं सर्वनाम तथा उन पर लिंग, वचन और कारक का प्रभाव
2.1 સંજ્ઞા / संज्ञा
કોઈ વ્યક્તિ, પ્રાણી,પક્ષી કે પદાર્થને સૂચવતા પદને ને સંજ્ઞા કહે છે. ગુજરાતીમાં સંજ્ઞાનાં મુખ્ય પાંચ પ્રકાર છે. ૧. વ્યક્તિવાચક સંજ્ઞા, ૨.જાતિવાચક સંજ્ઞા, ૩. ભાવવાચક સંજ્ઞા ૪. દ્રવ્યવાચક સંજ્ઞા
૫. સમૂહ્વાચક સંજ્ઞા
૧. વ્યક્તિવાચક સંજ્ઞા: એ ચોક્કસ વ્યક્તિઓના નામ છે. જે સંજ્ઞા એ નામથી ઓળખાતી એક જ વ્યક્તિને લાગુ પડે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. જેમ કે, ગાંધીજી, રાજેશ, કબીરવડ, હિમાલય, સુરત, ગંગા નદી વગેરે
૨.જાતિવાચક સંજ્ઞા: આ સંજ્ઞાઓ આખી જાતિને લાગુ પડે છે અને જાતિની દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પડે છે.જેમ કે; ઝાડ,પર્વત, નદી, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શહેર, શાળા, છોકરો, છોકરી, સ્ત્રી, પુરુષ, ફૂલ, ફળ વગેરે.
ઉદા. ઝાડ છાયા આપે છે, લીમડો ઉપયોગી ઝાડ છે, વગેરે.
૩. ભાવવાચક સંજ્ઞા: આ સંજ્ઞાઓ વિવિધ ભાવ સૂચવે છે.
જેમ કે, ડહાપણ, હોંશિયારી, ખટાશ, કડવાશ, ઊંઘ, પ્રેમ, સુખ, દુ:ખ, ગરમી, ઠંડી વગેરે.
૪. દ્રવ્યવાચક સંજ્ઞા: જે સંજ્ઞાઓ પ્રવાહી, અનાજ, કઠોળ, ખનીજ વગેરે દ્રવ્યો માટે વપરાય છે તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે.
જેમ કે, પાણી, દૂધ, ઘી, ચોખા, બાજરી, મગ, ચણા, તાંબુ, સોનું, ચાંદી, લોખંડ વગેરે.
૫. સમૂહ્વાચક સંજ્ઞા:કોઈ એક સમૂહ માટે વપરાતી સંજ્ઞાને સમૂહ્વાચક સંજ્ઞા કહેવામાં આવે છે,જોકે આ સંજ્ઞા જે વ્યક્તિ કે વસ્તુનો સમૂહ દર્શાવે છે તેમાંની કોઈ એક વ્યક્તિ કે પદાર્થને એ શબ્દ લાગુ પડતો નથી. જેમ કે, ટોળું, સભા, સરઘસ, સૈન્ય, ઝુમખું, કાફલો વગેરે.
किसी व्यक्ति, स्थान, वस्तु अथवा भाव के नाम को संज्ञा कहते हैं। हिंदी में संज्ञा के तीन मुख्य भेद हैं:
1. व्यक्तिवाचक संज्ञा, 2. जातिवाचक संज्ञा और 3. भाववाचक संज्ञा
સંજ્ઞા વિકારી શબ્દ છે. સંજ્ઞા ત્રણ રીતે શબ્દ નાં રૂપ બદલે છે.
संज्ञा विकारी शब्द हैं। संज्ञा शब्द के रूप तीन कारणों से बदलते हैं:
૧. લિંગ થી, ૨. વચન થી અને ૩. કારક થી.
1. लिंग से, 2. वचन से और 3. कारक से।
2.2 સર્વનામ / सर्वनाम
નામ ની (સંજ્ઞા) જગ્યાએ જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય.
જેમ કે, હું, મારું, મને, અમે, અમારું, આપણું, અમને, આપણને,તું, તારું, તને, તમે, તમારું,તમને, તે, તેને, તેનું, તેઓ, તેઓનું, તેઓએ.
સર્વનામ નાં ઉપયોગથી લખાણ ટૂંકું થાય છે અને તે સ્વાભાવિક લાગે છે.
सर्वनाम वे शब्द हैं जो संज्ञाओं के स्थान पर प्रयोग किए जाते हैं।
ઉદાહરણ: આજે મોહન અસ્વસ્થ છે. તેને ડોકટર પાસે લઇ જાઓ. / उदाहरण: मोहन आज अस्वस्थ है। उसको डॉक्टर के पास ले जाओ।
આ વાક્યમાં મોહન ની જગ્યાએ “તેને” નો પ્રયોગ કર્યો છે તેથી તે સર્વનામ છે.
इस वाक्य में मोहन के स्थान पर ‘उसको’ का प्रयोग किया गया है। अत: यह सर्वनाम है।
સંજ્ઞા નાં વારંવાર ઉપયોગ ને દુર કરવા માટે સર્વનામ નો ઉપયોગ કરવામાં આવે છે.
सर्वनाम का प्रयोग संज्ञा के बार-बार प्रयोग को दूर करने के लिए किया जाता है।
પોતે, સ્વયં, જાતે નો પણ નિજવાચક સર્વનામનાં રૂપમાં ઉપયોગ થાય છે. / खुद, स्वयं, स्वत: भी निजवाचक सर्वनाम के रूप में प्रयुक्त होते हैं।
જેમ કે –હું જાતે આ કામ કરી શકું છું; તમે પોતે ત્યાં જાઓ. / जैसे - मैं खुद यह काम कर सकता हूं; आप स्वयं वहां जाइए।
સર્વનામ શબ્દોની રૂપ રચના / सर्वनाम शब्दों की रूप-रचना
અમુક સર્વનામમાં, સંજ્ઞાઓની સરખામણીએ કારકોને લીધે વધારે રૂપાંતર જોવામાં આવે છે.
संज्ञाओं की तुलना में कुछ सर्वनामों में कारकों के कारण अधिक रूपांतर देखा जाता है।
કેટલાંક ખુબ પ્રચલિત સર્વનામોની રૂપ રચના આ પ્રકારે છે.
હું- હું, મેં, મને, મારાથી, મારા દ્વારા, મારા માટે, મારું, મારા, મારી, મારામાં, મારી પર
कुछ बहुप्रचलित सर्वनामों की रूप-रचना इस प्रकार हैं:
मैं- मैं, मैंने, मुझे, मुझसे, मेरे द्वारा, मेरे लिए, मेरा, मेरे, मेरी, मुझमें, मुझ पर
અમે- અમે, અમારે, અમને, અમારાથી, અમારા દ્વારા, અમારે માટે, અમારું, અમારા, અમારી, અમારામાં, અમારી પર.
हम- हम / हमने, हमें, हमको, हमसे, हमारे द्वारा, हमारे लिए, हमारा, हमारे, हमारी, हममें, हम पर
તુ- તુ, તેં, તને, તારાથી, તારા દ્વારા, તારા માટે, તારું, તારી, તારામાં, તારી પર.
तू- तू, तूने, तुझे / तुझको, तुझसे, तेरे द्वारा, तेरे लिए, तेरा, तेरी, तुझमें, तुझ पर
તમે- તમે, તમેં, તમને, તમારાથી, તમારા દ્વારા, તમારા માટે, તમારુ, તમારા, તમારી, તમારામાં, તમારી પર.
तुम- तुम, तुमने, तुम्हें / तुमको, तुमसे, तुम्हारे द्वारा, तुम्हारे लिए, तुम्हारा, तुम्हारे, तुम्हारी, तुममें, तुम पर
તે- તે, તેને, તેનાથી, તેના દ્વારા, તેનાં માટે, તેનું, તેના, તેની, તેનામાં, તેની પર.
वह- वह, उसने / उसे / उसको, उससे, उसके द्वारा, उसके लिए, उसका, उसके, उसकी, उसमें, उस पर
તેઓ –તેઓ, તેઓએ,તેઓને, તેઓથી, તેઓ દ્વારા, તેઓ માટે, તેઓનું, તેઓના, તેઓની, તેઓમાં, તેઓ પર.
वे- वे, उन्होंने, उन्हें / उनको, उनसे, उनके द्वारा, उनके लिए, उनका, उनके, उनकी, उनमें, उन पर
આ –આ, આને, આનાથી, આના દ્વારા, આના માટે, આનું, આનાં, આની, આનામાં, આની પર.
यह- यह, इसने / इसे / इसको, इससे, इसके द्वारा, इसके लिए, इसका, इसके, इसकी, इसमें, इस पर
કોઈ- કોઈ, કોઈએ, કોઈને વગેરે
कोई- कोई, किसीने / किन्हींने, किसी को / किन्हीं को आदि।
કોણ- કોણ, કોણે, વગેરે.
कौन- कौन, किसने / किन्होंने / किसको / किसे / किन्हें / किनको आदि।
જે- જેને, જેઓએ, જેમણે, જેને, જેઓને, જેને વગેરે.
जो- जिसने, जिन्होंने, जिसको, जिसे, जिनको, जिन्हें आदि।
2.3 લિંગ / लिंग
લિંગ- ગુજરાતી ભાષામાં ત્રણ લિંગ આવે છે.-(i) પુલ્લિંગ (ii) સ્ત્રીલિંગ (iii) નપુંસકલિંગ
/ हिंदी भाषा में दो ही लिंग माने जाते हैं – (i) पुल्लिंग और (ii) स्त्रीलिंग।
સામાન્ય રીતે લિંગ ની ઓળખ માટે અમુક સંકેત આપવામાં આવે છે. જેમાં ઘણા બધા અપવાદ છે, છતાં પણ મોટા ભાગની જગ્યાએ તે સહાયક થઇ શકે છે:
आम तौर पर लिंग की पहचान के लिए कुछ संकेत दिए जा रहे हैं, इनके कई अपवाद हैं, फिर भी अधिकांश स्थानों पर ये सहायक हो सकते हैं:
2.3.1 પુલ્લિંગ / पुल्लिंग
(i) પુલ્લિંગ: નર જાતિ દર્શાવે તેને પુલ્લિંગ કહે છે; જેને ઓળખવા માટે નામને ‘કેવો’ વિશેષણ લગાડી પ્રશ્ન પૂછી શકાય તેને પુલ્લિંગ કહે છે,
જેમ કે, કેવો છોકરો, કેવો દેડકો, કેવો પાડો, કેવો ઘોડો વગેરે.
- “આ” થી સમાપ્ત થતા શબ્દો / आ’ से अंत होने वाले शब्द:
દા.ત. કપડા, પૈસા, વગેરે / उदा- कपड़ा, पैसा आदि।
અપવાદ- હવા, દવા, સજા, વગેરે / अपवाद- हवा, दवा, सजा आदि। - “ના”, “આવ “, “પન”, “પા” થી સમાપ્ત થતી ભાવ વાચક સંજ્ઞાઓ / ना’, ‘आव’, ‘पन’, ‘पा’ से अंत होने वाली भाववाचक संज्ञाएं
જેમ કે બહાવ, બચપન,બુઢાપા વગેરે / जैसे - बहाव, बचपन, बुढ़ापा आदि। - ‘આન’ થી સમાપ્ત થતી ક્રિયાર્થક સંજ્ઞાઓ – જેમ કે લગાન, ખાન-પાન, મિલાન વગેરે ‘आन’ (આન) से अंत होने वाली क्रियार्थक संज्ञाएं: / जैसे - लगान, खान-पान, मिलान आदि।
- ‘ત્વ’, ‘ત્ય’, ‘વ્ય’, ‘ર્ય’, થી સમાપ્ત થતી સંજ્ઞાઓ / त्व’, ‘त्य’, ‘व्य’, ‘र्य’ से अंत होने वाली संज्ञाएं:
જેમ કે વ્યક્તિત્વ,કૃત્ય, કર્તવ્ય, ચાતુર્ય વગેરે / जैसे – व्यक्तित्व, कृत्य, कर्तव्य, चातुर्य आदि। - ‘અ’ થી સમાપ્ત થતી સંજ્ઞાઓ\: / ‘अ’ से अंत होने वाली संज्ञाएं:
જેમ કે ઘર, મકાન, ખેતર, ઝાડ વગેરે / जैसेः घर, मकान, खेत, पेड़ आदि।
અપવાદ: કિતાબ, કલમ, દીવાલ વગેરે / अपवाद: किताब, कलम, दीवार आदि। - દેશો, પર્વતો, સમુદ્રોના નામ: / देशों, पर्वतों, सागरों के नाम:
જેમ કે ભારત, ચીન, જાપાન, અમેરિકા, ઇટલી, હિમાલય, વિંધ્યાચલ, આલ્પ્સ, હિન્દ મહાસાગર, અરબ સાગર વગેરે / जैसेः भारत, चीन, जापान, अमेरिका, इटली, हिमालय, विंध्याचल, आल्प्स, हिंद महासागर, अरब सागर आदि। - બધી જ ધાતુ અને દાગીનાના નામ: / सभी धातुओं और गहनों के नाम:
જેમ કે: સોનાં, હીરા, લોહા વગેરે / जैसेः सोना, हीरा, लोहा आदि।
અપવાદ: ચાંદી / अपवाद: चाँदी। - દિવસો અને મહિનાઓના નામ: / दिनों और महीनों के नाम:
દિવસ: રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. / दिन- रविवार, सोमवार, मंगलवार, बुधवार, गुरुवार, शुक्रवार और शनिवार ।
મહિના- ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન, કારતક, માગશર, પોષ, માઘ, ફાગણ. / महीने- चैत्र, वैशाख, जेठ, आषाढ़, श्रावण, भाद्रपद, आश्विन, कार्तिक, मार्गशीर्ष, पौष, माघ, फाल्गुन। - ઝાડના નામ: કાઠોલ, તાડ, વડ, સાગ, સીસમ વગેરે / पेड़ के नाम: कटहल, ताड़, बरगद, सागौन, शीशम आदि।
અપવાદ: આંબલી / अपवाद: इमली। - અનાજનાં નામ: ધાન્ય, ચોખા, ઘઉં, ચણા, તલ, / अनाजों के नाम: धान, चावल, गेहूं, चना, तिल।
અપવાદ:, જુવાર, દાળ, અરહર, મટર / अपवाद: ज्वार, दाल, अरहर, मटर।
2.3.2 સ્ત્રીલિંગ / स्त्रीलिंग
સ્ત્રીલિંગ: નારી જાતિ દર્શાવે તેને સ્ત્રીલિંગ કહે છે; જેને ઓળખવા માટે નામને ‘કેવી ’ વિશેષણ લગાડી પ્રશ્ન પૂછી શકાય તેને સ્ત્રીલિંગ કહે છે,
જેમ કે, કેવી છોકરી, કેવી દેડકી, કેવી પાડી, કેવી ઘોડી વગેરે.
- ‘ઈ’ થી સમાપ્ત થતી સંજ્ઞાઓ: / ‘ई’ से अंत होने वाली संज्ञाएं:
જેમકે: નદી, ચિઠ્ઠી, ટોપી, રોટી, વિનંતી / जैसेः नदी, चिट्ठी, टोपी, रोटी, गाली, विनती ।
અપવાદ: પાણી, ઘી, દહી, મોતી / अपवाद: पानी, घी, दही, मोती। - ऊनवाचक संज्ञाएं: खटिया, डिबिया, पुड़िया ।
- ‘આ’ થી સમાપ્ત થતી સંસ્કૃત ની સંજ્ઞાઓ / ‘आ’ से अंत होने वाली संस्कृत की संज्ञाएं:
જેમ કે, દયા, કૃપયા, ક્ષમા. / जैसेः दया, कृपया, क्षमा।
અપવાદ: પિતા, કર્તા. / अपवाद: पिता, कर्ता। - ‘ઇ’ થી સમાપ્ત થતી સંજ્ઞાઓ: / ‘इ’ से अंत होने वाली संज्ञाएं:
જેમ કે રુચિ. વિધિ, ગતિ / जैसेः रुचि, विधि, गति।
અપવાદ: મુનિ, ઋષિ / अपवाद: मुनि, ऋषि। - ‘તા’, ‘વટ’, ‘હટ’,’ટ’, ‘ત’, થી સમાપ્ત થતી સંજ્ઞાઓ; / ‘ता’, ‘वट’, ‘हट’, ‘ट’, ‘त’ से अंत होने वाली संज्ञाएं:
જેમકે, સુંદરતા, રુકાવટ, ઘબરાહટ, બનાવટ, બગાવત / जैसेः सुंदरता, रुकावट, घबराहट, बनावट, बगावत। - ‘ત’ અથવા ‘ટ’ થી સમાપ્ત થતી સંજ્ઞાઓ: / ‘त’ या ‘ट’ से अंत होने वाली संज्ञाएं:
જેમકે, છત, હાટ / जैसेः छत, खाट, हाट।
અપવાદ: પેટ, ખેત, ભાત વગેરે / अपवाद: पेट, खेत आदि। - નદીયોના નામ / नदियों के नाम:
જેમ કે, ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. / जैसेः गंगा, जमुना, गोदावरी, कृष्णा, कावेरी।
અપવાદ: સિંધુ. બ્રહ્મપુત્ર / अपवाद: सिंधु, ब्रह्मपुत्र। - ભાષાઓના નામ: / भाषाओं के नाम:
જેમકે, હિંદી, જાપાની, અંગ્રેજી, જર્મન વગેરે. / जैसेः हिंदी, जापानी, अंग्रेज़ी, जर्मन आदि। - ‘ઊં’ થી સમાપ્ત થતા શબ્દ: / ‘ऊ’ से अंत होने वाले शब्द:
જેમકે, લૂ, બાલૂ, ઝાડૂ / जैसेः लू, बालू, झाड़ू
અપવાદ: આલૂ, આંસૂ, ડાકૂ, ભાલૂ. / अपवाद: आलू, आंसू, डाकू, भालू।
ઉપર જણાવેલ દાખલા માત્ર ઉદાહારણ તરીકે જ છે અને તેમનો ઉપયોગ ખુબજ મર્યાદિત છે, ધ્યાનપૂર્વક નું વાચન અને શબ્દ કોશ ની મદદથી આ જાણકારી વધારી શકાય છે.આમ છતાં, સંજ્ઞા નાં લિંગ ની જાણકારી માટે અમુક સૂચનો નીચે મુજબ છે.
उपर्युक्त संकेत केवल उदाहरण स्वरूप के हैं और इनका दायरा अत्यंत सीमित है। ध्यानपूर्वक पठन और शब्द कोश के सहारे जानकारी को बढ़ाया जा सकता है। तथापि, संज्ञा के लिंग की जानकारी के लिए कुछ सुझाव नीचे दिए गए हैं:
- ક્રિયાથી: સરકાર આદેશ જારી કરે છે; બેંક અધિસુચના જારી કરે છે. / क्रिया से: सरकार आदेश जारी करती है; बैंक अधिसूचना जारी करता है।
- સંજ્ઞાનાં વિશેષણથી: સરસ છોકરો, સરસ છોકરી, મોટી ફાઈલ, મોટું રજીસ્ટર / संज्ञा के विशेषण से: अच्छा लड़का; अच्छी लड़की; मोटी फाइल; मोटा रजिस्टर।
- સંજ્ઞા સાથે જોડેલ વિભક્તિથી: ખર્ચની રકમ, ગયા વરસનો પુરસ્કાર / संज्ञा के साथ जुड़ी विभक्ति से: व्यय की राशि; गत वर्ष का पुरस्कार।
- વચનથી: છોકરો –છોકરાઓ / वचन से: लड़का – लड़के।
નોટ: ધ્યાન રાખો કે ‘આ’ થી સમાપ્ત થતા પુલ્લિંગનાં વચન બદલવા ‘આ’ ને ‘ઓ’ માં બદલવામાં આવે છે. બીજા પુલ્લિંગ શબ્દોમાં એવું કોઈ પરિવર્તન કરવામાં આવતું નથી.
नोट: ध्यान रखें कि ‘आ’ से अंत होने वाले पुल्लिंग शब्दों का वचन बदलने के लिए ‘आ’ को ‘ए’ में बदल दिया जाता है। अन्य पुल्लिंग शब्दों में ऐसा कोई परिवर्तन नहीं किया जाता है।
જેમકે, એક છોકરો-ચાર છોકરાઓ, એક બકરો-બે બકરાઓ, / जैसे- एक लड़का – चार लड़के, एक बकरा – दो बकरे,
પરંતુ એક ઘર- ચાર ઘર, એક પત્ર-પાંચ પત્ર / लेकिन एक घर – चार घर। एक पत्र – पांच पत्र।
2.3.3 નપુંસક લિંગ: નાન્યતર જાતિ દર્શાવે તેને નપુંસકલિંગ કહે છે: જેને ઓળખવા માટે નામને ‘કેવું’ વિશેષણ લગાડી પ્રશ્ન પૂછી શકાય તેને નપુંસકલિંગ કહે છે.
જેમકે, કેવું છોકરું, કેવું દેડકું, કેવું પાડું, કેવું ઘોડું વગેરે
2.4 વચન / वचन
શબ્દના જે રૂપ થી તેના એક અથવા અનેક હોવાનો સંકેત મળે તેને વચન કહે છે. ગુજરાતી ભાષામાં બે વચન છે: એકવચન અને બહુવચન.
शब्द के जिस रूप से उसके एक या अनेक होने का बोध हो उसे वचन कहते हैं। हिंदी भाषा में दो वचन हैं: एकवचन और बहुवचन।
એકવચન: કોઈ શબ્દ બોલવાથી તે એકજ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ ‘એકવચન’ કહેવાય: જેમકે, વિદ્યાર્થી, લખોટી, પુસ્તક, ગધેડું, હાથ, મોર, વાઘ, બોર વગેરે
एकवचन: शब्द के जिस रूप से एक व्यक्ति या वस्तु का बोध हो उसे एकवचन कहते हैं।
जैसे- घोड़ा, कन्या, नदी।
બહુવચન: કોઈ શબ્દ બોલવાથી તે એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ ‘બહુવચન’ કહેવાય: જેમકે, વિદ્યાર્થીઓ, લખોટીઓ, પુસ્તકો, ગધેડાં, બે હાથ, ત્રણ મોર, ચાર વાઘ, દસ બોર, ઘોડાઓ, કન્યાઓ, નદીઓ વગેરે, અહિયાં રેખાંકિત સંજ્ઞાઓ બહુવચન છે.
સામાન્ય રીતે ‘ઓ’ પ્રત્યય લગાવીને બહુવચન દર્શાવી શકાય છે, જેમકે, વિદ્યાર્થીઓ, લખોટીઓ, પુસ્તકો, કેટલીક સંજ્ઞાઓને ‘ઓ’ પ્રત્યય લગાવવો જરૂરી નથી, જેમ કે, ગધેડાં, જ્યારે કેટલીક સંજ્ઞાઓ એકવચન અને બહુવચન બંનેમાં એક સરખી હોય છે, જેમ કે, હાથ, મોર, વાઘ, બોર વગેરે.
बहुवचन: शब्द के जिस रूप से एक से अधिक व्यक्तियों या वस्तुओं का बोध हो उसे बहुवचन कहते हैं। जैसे- घोड़े, कन्याएं, नदियां।
2.5 કારક / कारक
સંજ્ઞા અથવા સર્વનામ નાં જે રૂપથી તેનો ક્રિયાની સાથે નો સંબંધ મનાય છે તેને કારક કહે છે. કારકીય સંબંધ ને પ્રકટ કરવા વાળા ચિન્હોને કારક-ચિહ્ન, વિભક્તિ કે પરસર્ગ કહે છે. કારક્ના આઠ પ્રકાર છે.
संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध क्रिया के साथ जाना जाता है, उसको कारक कहते हैं। कारकीय संबंध को प्रकट करने वाले चिह्नों को कारक-चिह्न, विभक्ति या परसर्ग कहते हैं। कारक के आठ भेद होते हैं:
ક્રમાંક / क्र.सं. | કારક નું નામ / कारक का नाम | વિભક્તિ કે પરસર્ગ विभक्ति या परसर्ग | ઉદાહરણ / जैसे |
1 | કર્તા વિભક્તિ / कर्ता | ‘ने’ या ‘o’ (कुछ भी नहीं)।@ ‘એ’, ‘ને’, ‘થી’ | કોઈપણ પદ જ્યારે ક્રિયા કરનારને દર્શાવે: અમે ખુશ હતા. તેમને આનંદ થયો. તેનાથી વહેલા અવાયું. |
2 | કર્મ વિભક્તિ / कर्म | ‘को’ या ‘o’ (कुछ भी नहीं)।# ‘ને’ | કોઈપણ પદ જ્યારે ક્રિયા નો વિષય કે લક્ષ્ય દર્શાવે: કોષા દાદાજીને જુએ છે. બાબા રોગીને મફત દવા આપે છે. |
3 | કરણ વિભક્તિ / करण | से, के द्वारा, के साथ / साधन प्रकट करने के लिए એ, થી, દ્વારા, | કોઈપણ પદ જ્યારે ક્રિયાનું સાધન, રીત કે કારણ દર્શાવે: મારા હાથે તેલનો ડબ્બો નહી ઉંચકાય. તલવારથી શાક નાં સમારાય. |
4 | સમ્પ્રદાન વિભક્તિ / संप्रदान | को, के लिए, हेतु એ, માટે, વાસ્તે | ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થતું હોય કે જેને લક્ષ કરીને કોઈ ક્રિયા થતી હોય: મેં ધોબીને કપડા આપ્યા. |
5 | અપાદાન વિભક્તિ / अपादान | से / થી, થકી, વડે (અલગતા બતાવવા માટે / अलगाव दर्शाने के लिए) | વાક્યના પદ થી એક બીજાની છુટા પડવાની ક્રિયા વ્યકત કરતુ પદ: ચોપડી હાથ માંથી પડી ગઈ. સીમ થકી છેટી હતી વાડી. |
6 | સંબંધ વિભક્તિ / संबंध | का, के, की (रा, रे, री, ना, ने, नी) નું,નું, નાં, નો, ની | એક નામ પદ અન્ય નામ પદ સાથે નો સંબંધ પ્રગટ કરે તે પદ: બપોરની ટ્રેઈન માં જાઉં છે. કુતરાની જીભ લટકતી હતી. મહેશે રીક્ષાનું હેન્ડલ પકડ્યું. |
7 | અધિકરણ વિભક્તિ / अधिकरण | में, पर / માં | વાક્યમાં ક્રિયાનું સ્થાન કે ક્રિયાનો સમય દર્શાવનાર પદ: રાત્રે ઘરમાં દીવો બળતો રહે છે. તમે કઈ હોસ્પીટલમાં જન્મેલા? |
8 | સંબોધન વિભક્તિ / संबोधन | हे, रे, अरे, ओ... એ, અરે, ઓ | વાક્યમાં કોઈને બોલવા કે બોલાવવામાં આવે ત્યારે તે દર્શાવનાર પદ એ ભાઈ, જરા અહી આવશો? અરે બા, હું બજારમાં જાઉં છું. |
2.6 कर्ता कारक में ‘ने’ का प्रयोग सामान्यत: केवल सकर्मक धातुओं से बने भूतकालिक कृदंत (देखिए क्रिया का अध्याय) से बनी क्रियाओं के साथ होता है ।
जैसे: राम ने रोटी खाई, मोहन ने पत्र लिखा है, सीता ने आम खरीदे थे।
इन वाक्यों में खाई, लिखा, खरीदे सकर्मक धातु खाना, लिखना, खरीदना के भूतकालिक कृदंत हैं, अत: इनके कर्ता के साथ ‘ने’ लगा है। अकर्मक धातुओं से बने क्रिया-रूपों के साथ ‘ने’ का प्रयोग नहीं होता ।
/ जैसे: राम गया, मोहन बहुत चिल्लाया, सीता खूब सोई।
/ कुछ अपवाद हैं:
(क़) बोलना, भूलना, लाना सकर्मक क्रियाएँ है किन्तु इनसे बने भूतकालिक रूपों के साथ ‘ने’ का प्रयोग नहीं होता।
(अ) किसान बोला (आ) तुम भूल गए हो।
(इ) मोहन मिठाई लाया
(ख) नहाना, छींकना, खॉंसना, अकर्मक क्रियाएँ हैं किन्तु इनसे बने भूतकालिक कृदन्तों के साथ ‘ने’ का प्रयोग होता है।
(अ) राम ने नहाया (कुछ लोग ‘राम नहाया’ भी बोलते हैं।)
(आ) मोहन ने छींका। (इ) सीता ने खाँसा ।
(ग) लगना, सकना, जाना, चुकना, पाना, रहना, उठना, बैठना, पड़ना, सहायक क्रियाएँ लगने पर सकर्मक धातुओं के साथ भी ‘ने’ का प्रयोग नहीं होता।
सीता रोटी खाने लगी। राजीव सारा खाना खा गया।
मोहन पत्र नहीं लिख सका। हीरा अपना करम कर चुका।
(क़) कुछ लोग तो बकना, जानना आदि के साथ ‘ने’ का प्रयोग करते हैं, किन्तु कुछ लोग नहीं करते।
2.7 સંજ્ઞા શબ્દોના વચન બદલવા નાં નિયમ / संज्ञा शब्दों का वचन बदलने के नियम (कारक चिन्हों को ध्यान में रखते हुए)
વાક્યોમાં પ્રયોગ કરતી વખતે ઘણી વખત સંજ્ઞા શબ્દો સાથે એ, ને, થી, ને માટે વગેરે કારક ચિહ્ન લાગે છે અને ઘણી વાર નથી લાગતા. આ કારણે શબ્દોના બહુવચન પણ બે રીતે બને છે.
वाक्य में प्रयोग करते समय संज्ञा शब्दों के साथ कई बार ने, को, से, के लिए आदि कारक चिह्न लगते हैं और कई बार नहीं लगते। इस कारण शब्दों के बहुवचन भी दो प्रकार से बनते हैं:
(क) જ્યારે શબ્દોની સાથે કારક ચિહ્ન નથી લાગતા. / जब शब्दों के साथ कारक चिह्न नहीं लगते।
નામને અંતે અ,આ, ઇ,ઈ,ઉ કે ઊ પ્રત્યય લગાવવાથી બહુવચન બને છે. જેમ કે,પુસ્તક-પુસ્તકો; કમળ-કમળો; ઋતુ-ઋતુઓ વગેરે;
(ख) જ્યારે શબ્દોની સાથે કારક ચિહ્ન લાગે છે. / जब शब्दों के साथ कारक चिह्न लगते हैं।
‘ઓ’ કારાંત પુલ્લિંગ - નામ ઓ’કારાંતહોય તો ‘ઓ’ નો ‘આ’ કરવાથી બહુવચન થાય છે, જેમ કે, છોકરો-છોકરાઓ; ઘોડો-ઘોડાઓ વગેરે.
‘ઉં’ કારાંત પુલ્લિંગ: નામને અંતે ‘ઉં’ હોય તો ‘ઉં’ નો ‘આં’ કરીને પછી ‘ઓ’ લગાવવાથી બે રીતે
બહુવચન થાય છે, જેમ કે, છોકરું-છોકરાં, છોકરાંઓ.
ઘણી વાર જે એક્વાચનનું રૂપ છે તે જ ચાલુ રાખીને બહુવચનમાં વપરાય છે, જેમ કે,
૧) તેને ઘણી ગાય દાનમાં આપી.(ઘણી ગાયો).
૨) આ છોકરાએ ઘણા બોર ખાધા છે.(ઘણા બોરો).
૩) જંગલમાં ઘણા ઝાડ છે ( અહી ઝાડો કરીએ તે ઠીક નથી ).
૪) એક્વચનનું રૂપ પ્રાણી કે પદાર્થની આખી જાતિ કે આખા વર્ગને સૂચવવા વપરાય છે. જેમ કે,
મોર સુંદર પીન્છાવાળું પંખી છે.(મોરનો આખો વર્ગ).
૫) શબ્દ એક્વચનનાં રૂપનો રાખીને માનાર્થે બહુવચન નો અર્થ સૂચવવા વપરાય છે.જેમ કે,
મારા બા આવી ગયા છે; રાણી નદી કિનારે નહાવા પધાર્યા. (નારી જાતિના નામનું એક્વચન રૂપ માનાર્થે બહુવચન તરીકે વપરાય છે.)
એકવચનનો પ્રયોગ: ખૂબ પ્રેમ બતાવતા નામો એકવચનમાં વપરાય છે. જેમ કે,
કેમ ભાઈ આવ્યો? બા, ક્યારે ગામ જવાની છે? હે પ્રભો, મારા દુ:ખ દુર કરજે!
બહુવચનમાં વપરાતા કેટલાક નામો:
# કેટલાક અનાજના નામ બહુવચનમાં વપરાય છે, જેમ કે,
આ વરસે ઘઉં ખુબ પાક્યા; મેં વટાણા બહારગામથી ખરીધ્યા;
તે જ રીતે મગ, મઠ, અડદ, તલ, ચણા, વગેરે બહુવચનમાં વપરાય છે.
નોંધ: ઉપરના નામ નો ઉપયોગ જ્યારે અનાજનાં છૂટક નાણાનો અર્થ દર્શાવવા વપરાય છે ત્યારે તે એકવચનમાં આવે છે.જેમ કે,
આ ચણો પેલા ચણા કરતા કદમાં મોટો છે.
નીચેના નામો સામાન્ય રીતે બહુવચનમાં વપરાય છે.
સમાચાર, સોગંધ, કાલાવાલા, ધમપછાડા, વંદન, વલખાં, પ્રણામ વગેરે
(2) અન્ય પુલ્લિંગ / अन्य पुल्लिंग – (જેમ કે- વ્યજનાંત મિત્ર, ઇકારાંત કવિ, ઇકારાંત સાથી, ઉકારાંત સાધુ અને ઉકારાંત ડાકુ વગેરે / जैसे व्यंजनांत मित्र, इकारांत कवि, ईकारांत साथी, उकारांत साधु तथा ऊकारांत डाकू / आदि) ।
(3) ઇકારાંત / इकारांत – (જેમ કે- જાતિ / जैसे जाति), ઇકારાંત / ईकारांत (જેમ કે- છોકરી / जैसे लड़की), ઇયાંત / इयांत (જેમ કે ગુડિયા / जैसे गुडि़या)
સ્ત્રીલિંગ / स्त्रीलिंग।
(4) અન્ય સ્ત્રીલિંગ / अन्य स्त्रीलिंग – (જેમ કે- વ્યન્જનાત પુસ્તક / जैसे -व्यंजनांत पुस्तक, આ-કારાંત માતા / आ-कारांत माता, ઉકારાંત ઋતુ / उ-कारांत ऋतु, ઉ-કારાંત વહુ / ऊ-कारांत बहू, તથા / तथा ઓ-કારાંત ગાય / ओ-कारांत गौ વગેરે / आदि)
2.8 વિશેષણ / विशेषण
જ્યારે વ્યક્તિ કે વસ્તુ સૂચવતા શબ્દને સંજ્ઞા કહે છે, ત્યારે નામ પહેલા આવતા અને નામના આકાર, રંગ, અવસ્થા કે સંખ્યા દર્શાવતા શબ્દને વિશેષણ કહે છે. તે નામ ની વિશેષતા બતાવે છે. /
जिस शब्द से संज्ञा या सर्वनाम की विशेषता प्रकट होती है, उसे विशेषण कहते हैं।
શહીદ ભગતસિંહ, ડઝન કેળા, સ્વચ્છ કપડા, ભૂખ્યું ઢોર, હોશિયાર છોકરો, નાનું ઘર, વગેરે
જેમ કે- આ સુંદર ફૂલ છે; તે કાળો ઘોડો છે; પાંચ છોકરીઓ ભણી રહી છે; ગ્લાસ ભરેલ દૂધ લાવો; કાળા વાદળ ઘેરાયેલ છે; આ બાગ સુંદર છે. / जैसे- यह सुंदर फूल है; वह काला घोड़ा है; पांच लड़कियां पढ़ रही हैं; गिलास भर दूध लाओ; काले बादल घिर आए हैं; यह बाग सुंदर है।
નોધ: વિશેષણ જે શબ્દની વિશેષતા પ્રગટ કરે છે તેને વિશેષ્ય કહેવાય છે.
नोट: विशेषण जिस शब्द की विशेषता प्रकट करता है उसे विशेष्य कहा जाता है।
જેમ કે-
સુંદર ફૂલ માં સુંદર વિશેષણ છે જ્યારે ફૂલ વિશેષ્ય છે; આવી જ રીતે
ભોળું કબુતર ઉડે છે માં ભોળું વિશેષણ છે જ્યારે કબુતર વિશેષ્ય છે.
રાતી ગાય ચરે છે, એમાં રાતી વિશેષણ છે જ્યારે ગાય વિશેષ્ય છે.
તે દયાળુ માણસ છે. દયાળુ વિશેષણ છે જ્યારે માણસ વિશેષ્ય છે.
મને ઠંડુ પાણી આપો, એમાં ઠંડુ વિશેષણ છે જ્યારે પાણી વિશેષ્ય છે.
ઉપરના વાક્યો માં કબુતર, ગાય, માણસ અને પાણી – આ પદો નામ છે જ્યારે ભોળું, રાતી, દયાળુ અને ઠંડુ –આ પદો નામની વિશેષતા સૂચવે છે. અર્થાત, કેવું કબુતર? ભોળું. કેવી ગાય? રાતી.
કેવો માણસ? દયાળુ. કેવું પાણી? ઠંડુ.
આમ કેવો, કેવી, કેવું વગેરે પ્રશ્ન પુછાતા જે ઉત્તર મળે તે ‘વિશેષણ’ છે.
/ जैसे- सुंदर फूल में सुंदर विशेषण और फूल विशेष्य ।
વિશેષણોમાં લિંગ, વચન, અને કારક ને લગતું અંતર ખુબ ઓછું હોય છે. માત્ર અમુક આકારાંત ( આ થી પુરા થતા) વિશેષણોમા જ આ પ્રકારના પરિવર્તન આવે છે. / विशेषणों में लिंग, वचन और कारक संबंधी अंतर बहुत कम होता है। केवल कुछ ‘आकारांत’ (‘आ’ से अंत होने वाले) विशेषणों में ही इस प्रकार के परिवर्तन आते हैं।
જેમ કે- સારો છોકરો, સારા છોકરાઓ, સારી છોકરી, સારા છોકરાને, સારા છોકરાઓને, સારી છોકરીને / जैसे- अच्छा लड़का, अच्छे लड़के, अच्छी लड़की। अच्छे लड़के को, अच्छे लड़कों को, अच्छी लड़की को।
2.9 ઉપસર્ગ અને પ્રત્યય / उपसर्ग एवं प्रत्यय
2.9.1 ઉપસર્ગ / उपसर्ग
1.જેનો પ્રયોગ સ્વતંત્ર થતો નથી અને જેને કોઈક શબ્દની પહેલા કઈક વિશેષતા લાવવા માટે જોડવામાં આવે છે તે વર્ણ અથવા વર્ણ-સમૂહ ને ‘ઉપસર્ગ’ કહે છે.
‘અ’ | ‘બ’ |
૧ | આશા દીપા કહ્યું. | ૧ | આશાએ દીપાને કહ્યું. |
૨ | ઝાડ વાંદરો બેઠો છે, | ૨ | ઝાડ પર વાંદરો બેઠો છે, |
૩ | અમે નદી રેતી રમ્યા | ૩ | અમે નદીની રેતીમાં રમ્યા |
૪ | મારા ભાઈ નામ શરદ છે. | ૪ | મારા ભાઈનું નામ શરદ છે. |
૫ | મારા બોલાઈ ગયું. | ૫ | મારાથી બોલાઈ ગયું. |
ઉપરના ‘અ’ અને ‘બ’ વિભાગના વાક્યો વાંચતા જણાશે કે ‘અ’ વિભાગના વાક્યોનો અર્થ બરાબર સમજાતો નથી, જ્યારે ‘બ’ વિભાગના વાક્યોનો અર્થ બરાબર સમજાય છે. અંડરલાઇન કરેલા ‘એ’, ‘ને’, ‘પર’, ‘ની’, ‘માં’, ‘નું’, ‘થી’ ને લીધે આમ બન્યું છે. અંડરલાઇન કરેલા એ’, ‘ને’, ‘પર’, ‘ની’, ‘માં’, ‘નું’, ‘થી’ વિભક્તિના પ્રત્યયો છે.આમ નામને લાગેલા પ્રત્યયને ‘વિભક્તિપ્રત્યયો’કહેવાય છે.
‘उपसर्ग’ उस वर्ण या वर्ण-समूह को कहते हैं, जिसका स्वतंत्र प्रयोग न होता हो, और जो किसी शब्द के पूर्व, कुछ आर्थिक विशेषता लाने के लिए जोड़ा जाए।
2. ભારતીય પરિવારમાં ઉપસર્ગો નો ઈતિહાસ ખુબ જ પ્રાચીન કાળ સુધી જાય છે. પહેલા તે સ્વતંત્ર શબ્દ હતા તથા તેમનો પોતાનો અર્થ હતો. પછેથી તેમની સ્વતંત્રતા પૂરી થઇ ગઈ અને તે માત્ર મૂળ શબ્દથી સંબંધિત થઈને જ આવવા લાગ્યા. સંસ્કૃત (અને ગુજરાતીમાં)
અતિ, અધિ, અનુ, અપ, અપિ, અવ, અભિ, આ, ઉત્-ઉદ્, ઉપ, દુસ્-દૂર્, નિ, નિસ-નિર્, પરા, પરિ,પ્ર, પ્રતિ, સમ્, સુ અને વિ વગેરે ૨૦ ઉપસર્ગ માનવામાં આવે છે.
भारतीय परिवार में उपसर्गों का इतिहास काफी प्राचीन काल तक जाता है। पहले ये स्वतंत्र शब्द थे तथा इनका अपना अर्थ था। बाद में इनकी यह स्वतंत्रता पूर्णत: समाप्त हो गई और ये केवल मूल शब्द से संबद्ध होकर ही आने लगे। संस्कृत में प्र, परा, अप, सम, अनु, अव, निस्, निर्, दुस्, दुर् आदि 22 उपसर्ग माने जाते हैं।
ઐતિહાસિક દ્રષ્ટિએ બે જાતના ગુજરાતી ઉપસર્ગ છે. / ऐतिहासिक दृष्टि से हिंदी उपसर्ग तीन प्रकार के हैं:
તત્સમ: ‘વ્ય’ પ્રત્યય, જેમ કે. –મંતવ્ય, ગંતવ્ય, વક્તવ્ય, સેવ્યા વગેરે;
/ तत्सम - जैसे - अभाव, अभिमान),
તદ્ભવ –વાળો (પ્રત્યય), જેમ કે, દૂધવાળો, શાકવાળો, છાપાવાળો વગેરે
/ तद्भव, जैसे - पैसे,उनचास),
વિદેશજ / विदेशज (જેમ કે- દરઅસલ, ઉપ ગવર્નર / जैसे - दरअसल, उपगवर्नर) ।
2.9.2 પ્રત્યય / प्रत्यय
પ્રત્યય એટલે ધ્વનિ અથવા ધ્વનિ-સમૂહ થી થતો ભાષાનો એવો એકમ જેને કોઈ શબ્દ અથવા ધાતુના અંતમાં લગાવીને શબ્દ અથવા ધાતુના નવા રૂપની રચના કરવામા આવે છે. / प्रत्यय ध्वनि अथवा ध्वनि-समूह की वह भाषिक इकाई है जिसे किसी शब्द अथवा धातु के अंत में जोड़कर शब्द अथवा रूप की रचना की जाती है।
(क़) તત્સમ પ્રત્યય / तत्सम प्रत्यय –આ સંસ્કૃત સમાન છે / ये संस्कृत के समान हैं,
જેમ કે- વૈજ્ઞાનિક (ઇક),પ્રિયા (આ), વગેરે / जैसे वैज्ञानिक (इक), प्रिया (आ) आदि ।
(ख़) તદ્ભવ પ્રત્યય / तद्भव प्रत्यय – ગુજરાતીમાં ઘણા બધા તદ્ભવ પ્રત્યય છે / तद्भव प्रत्यय हिंदी में काफ़ी है, જેમ કે-કઠિનાઈ (આઈ),બનાવટ(આવટ) / जैसे कठिनाई (आई), बनावट (आवट) आदि।
(ग) દેશજ પ્રત્યય / देशज प्रत्यय – દેશજ પ્રત્યય એ અજ્ઞાત વ્યુત્પન્ન હોય છે / देशज प्रत्यय
अज्ञात व्युत्पत्तिक होते है। જેમ કે- ઘુમક્કડ (અક્કડ) / जैसे घुमक्कड़ (अक्कड़) ।
(ग़) વિદેશી પ્રત્યય / विदेशी प्रत्यय – એ બધા ફારસી અને અંગ્રેજી માંથી આવેલા પ્રત્યય છે. / फ़ारसी (अरबी) एवं अंग्रेजी से आए प्रत्यय! જેમ કે- સલાહકાર (કાર), કમ્યુનીજ્મ(ઇજ્મ) / जैसे - कार (सलाहकार), इज्म (कम्यूनिज्म) ।
2.10 ક્રિયા અને ક્રિયા વિશેષણ / क्रिया और क्रिया विशेषण
2.10.1 ક્રિયા / क्रिया
ક્રિયા એટલે કાર્ય. ક્રિયા (કાર્ય) બતાવનાર શબ્દને ક્રિયાપદ કહેવાય. જેમકે, ગાય ઘાસ ખાય છે. એમાં ગાય ઘાસ ખાવાની ક્રિયા કરે છે.
હરીશે અનુવાદ કર્યો. એમાં હરીશે અનુવાદ કરવાની ક્રિયા કરી છે.
આ બંને વાક્યમાં ‘ખાય છે’, અને ‘કર્યો’ એ ક્રિયાપદો છે અને તે બંને ક્રમશ; વર્તમાન અને ભૂતકાળમાં છે.
जिस शब्द से किसी कार्य के करने का या होने का बोध हो उसे क्रिया कहते हैं।
ઉદાહરણ: રામ પત્ર લખે છે; ફાઈલો કબાટમાં રાખી છે; ઝાડની ડાળી તૂટી ગઈ. / उदाहरण: राम चिट्ठी लिखता है; फाइलें अलमारी में रखी हैं; पेड़ की डाली टूट गई।
પહેલા વાક્યમાં રામ ‘લખવા’ નું કાર્ય કરી રહ્યો છે અને બીજા બંને માં ‘રાખવાનું’ અને ‘તૂટવાનું’ કાર્ય થઇ રહ્યું છે. એટલા માટે આ ત્રણે ક્રિયાના ઉદાહરણ છે.
पहले वाक्य में राम ‘लिखने’ का कार्य कर रहा है और दूसरे दोनों में ‘रखने’ और ‘टूटने’ का कार्य हो रहा है। इसलिए ये तीनों पद क्रिया के उदाहरण हैं।
2.10.2 ધાતુ / धातु
ક્રિયાનાં મૂળ ભાગને ધાતુ કહે છે. / क्रिया के मूल अंश को धातु कहते हैं।
જેમ કે- વાંચ, લખ, ઉઠ, રમ, દેખ વગેરે / जैसे- पढ़, लिख, उठ, खेल, देख आदि।
ધાતુની પાછળ ‘વું’ લગાવવાથી વાંચવું, લખવું,, ઉઠવું, રમવું, દેખવું વગેરે ક્રિયાના સામાન્ય રૂપમાં થઈ જાય છે. / धातु के पीछे ‘ना’ जोड़ने से पढ़ना, लिखना, उठना, खेलना, सोना, देखना आदि क्रिया के सामान्य रूप में बन जाते हैं।
પ્રત્યેક ક્રિયામાં બે વાત હોય છે-કાર્ય અને પરિણામ. કર્તા એટલે ક્રિયાને કરનાર; કર્મ-જેની પર ક્રિયાનું પરિણામ આવે છે. / प्रत्येक क्रिया में दो बातें होती हैं – व्यापार (कार्य) और फल। कर्ता- क्रिया के व्यापार को करने वाला; कर्म- जिस पर क्रिया का फल पड़ता है।
‘ધોબી કપડા ધુએ છે’-આ વાક્યમાં ‘ધુએ છે’ એ ક્રિયા છે, ધોવાનું કાર્ય ધોબી કરે છે અને તેનું પરિણામ ‘કપડા’ પર આવે છે. આ વાક્યમાં ધોબી ‘કર્તા’ છે અને ‘કપડા’ એ કર્મ છે. ‘કપડા ‘ વિના ‘ધોવા’ ની ક્રિયા થઇ શકતી નથી. / ‘धोबी कपड़े धोता है’ – इस वाक्य में ‘धोता है’ क्रिया है, धोने का व्यापार (कार्य) धोबी करता है और उसका फल ‘कपड़े’ पर पड़ता है। इस वाक्य में ‘धोबी’ कर्ता है और ‘कपड़े’ कर्म। ‘कपड़े’ के बिना ‘धोना’ क्रिया नहीं हो सकती।
2.10.3 ક્રિયાના પ્રકાર / क्रिया के भेद
ક્રિયાના બે પ્રકાર છે. (i) સકર્મક અને (ii) અકર્મક ।
क्रिया के दो भेद होते हैं: (i) सकर्मक और (ii) अकर्मक।
(i) સકર્મક ક્રિયા: સકર્મક ક્રિયાઓ ની સાથે કર્મ હોય છે અથવા તેના હોવાની શક્યતા રહે છે. એટલે કે જે ક્રિયાઓનું પરિણામ કર્મ પર પડે છે તેને ‘સકર્મક’ ક્રિયાઓ કહે છે.
सकर्मक क्रिया: सकर्मक क्रियाओं के साथ कर्म होता है या उसके होने की संभावना रहती है। अर्थात जिन क्रियाओं का फल कर्म पर पड़ता है, उन्हें ‘सकर्मक’ क्रियाएं कहते हैं।
દાખલા તરીકે: વિભાગે પુસ્તક ખરીદ્યું; નરેશ પત્ર લખશે; સરકાર નિયમ બનાવશે. / उदाहरण: विभाग ने पुस्तक खरीदी; नरेश पत्र लिखेगा; सरकार नियम बनाएगी।
આ વાક્યોમાં પુસ્તક, પત્ર, અને નિયમ એ કર્મ છે. ખરીદવાનું, લખવાનું અને બનાવવાનું કામ તો બીજું કોઈક કરે છે પણ તેનું પરિણામ આની પર પડી રહ્યું છે. આથી આ ત્રણે ક્રિયાઓ સકર્મક છે.
इन वाक्यों में पुस्तक, पत्र और नियम कर्म हैं। खरीदने, लिखने और बनाने का कार्य तो कोई और कर रहा है पर फल इन पर पड़ रहा है। अत: ये तीनों क्रियाएं सकर्मक हैं।
(ii) અકર્મક ક્રિયા / अकर्मक क्रिया
અકર્મક ક્રિયાઓની સાથે કર્મ નથી હોતું. અર્થાત, જે ક્રિયાઓનું કાર્ય અને પરિણામ, બંને કર્તામાં મળી આવે એને ‘અકર્મક’ ક્રિયા કહે છે, કારણ કે એમાં કર્મ નથી હોતું.
अकर्मक क्रियाओं के साथ कर्म नहीं रहता। अर्थात जिन क्रियाओं के व्यापार और फल दोनों कर्ता में ही पाए जाएं उन्हें ‘अकर्मक’ क्रिया कहते हैं। क्योंकि उनमें कर्म नहीं होता है।
દાખલા તરીકે; રાજેશ સુઈ ગયો છે; દીપા હસે છે; બાળકો રમે છે; પક્ષી ઉડે છે. / उदाहरण: राजेश सोया है; दीपा हँसती है; बच्चे खेलते हैं; पक्षी उड़ता है।
આ વાક્યોમાં સુઈ ગયો છે, હસે છે, રમે છે અને ઉડે છે- એ અકર્મક ક્રિયાઓ છે.
इन वाक्यों में सोया है, हँसती है, खेलते हैं और उड़ता है – अकर्मक क्रियाएं हैं।
*****
2.10.4 ક્રિયા નાં કાળ / क्रिया का काल
ક્રિયાનું એ રૂપ કે જેનાથી તેના હોવાનો કે થવાનો સમય જાણી શકાય, તેને કાળ કહે છે. તેના ત્રણ પ્રકાર છે.
क्रिया का वह रूप जिससे उसके होने या करने का समय जाना जाए, काल कहते हैं। इसके तीन भेद हैं:
ક) ભૂત કાળ: જે વાક્યમાં ક્રિયા પૂર્ણ થઇ હોવાનો સંકેત હોય તે વાક્ય ‘ભૂતકાળ’ સૂચવે છે.
भूत काल: भूत काल क्रिया का वह रूप है जिससे बीते समय में क्रिया का होना या करना पाया जाए।
જેમ કે- મોહને ટિપ્પણી લખી; રાકેશ નીચું જોઈ બોલ્યો; મહેશે ડાંસ કર્યો; છોકરા એને વળગી પડ્યા.
અહિયાં- લખી, બોલ્યો, કર્યો, વળગી પડ્યા, વગેરે ભૂતકાળ દર્શાવે છે. / जैसे- मोहन ने टिप्पणी लिखी।
ખ) વર્તમાનકાળ: જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો સંકેત હોય તે વાક્ય ‘વર્તમાનકાળ’ સૂચવે છે. / वर्तमान काल: वर्तमान काल क्रिया का वह रूप है जिससे वर्तमान (चालू) समय में क्रिया का होना या करना पाया जाए।
જેમ કે- પ્રભા ગાયન ગાય છે; અમે પરીક્ષા આપીએ છીએ;અમે અનુવાદ કરીએ છીએ;ગાય ઘાસ ખાય છે. અહિયાં ગાય છે, આપીએ છીએ, કરીએ છીએ, ખાય છે વગેરે વર્તમાનકાળ દર્શાવે છે. / जैसे- प्रभा गाना गाती है।
(ગ) ભવિષ્યકાળ: જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો સંકેત હોય તે વાક્ય ‘ભવિષ્યકાળ’ સૂચવે છે भविष्यत् काल: भविष्यत् काल क्रिया का वह रूप है जिससे भविष्यत् (आने वाले) समय में क्रिया का होना या करना पाया जाए। जैसे- वह कल दिल्ली जाएगा।
જેમ કે- તે કાલે દિલ્હી જશે;મારા મામા આજે આવશે; અમે સાંજે પતંગ ચગાવીશું.
અહિયાં જશે, આવશે, ચગાવીશું વગેરે ભવિષ્યકાળ દર્શાવે છે.
2.10.5 ક્રિયા નું વાચ્ય / क्रिया का वाच्य
વાચ્ય એ ક્રિયાનું એ રૂપ છે જેનાથી એવું મનાય કે ક્રિયા દ્વારા કરાયેલ કાર્યો નો મુખ્ય વિષય કર્તા છે, કર્મ છે કે ભાવ છે.વાચ્ય નાં ત્રણ પ્રકાર છે.
वाच्य क्रिया का वह रूप है जिससे यह माना जाए कि क्रिया द्वारा किए हए कार्य का प्रधान विषय कर्ता है, कर्म है या भाव है। वाच्य के तीन भेद हैं:
- કર્તરિ વાક્યો: એમાં ક્રિયાનાં લિંગ, વચન, અને પુરુષ, ‘કર્તા’ મુજબ હોય છે. તેને કર્તુપ્રધાન ક્રિયા પણ કહે છે.
कर्तृवाच्य: इसमें क्रिया का लिंग, वचन और पुरुष ‘कर्ता’ के अनुसार होता है। इसको कर्तृप्रधान क्रिया भी कहते हैं।
જેમ કે- હરીશે શીરો ખાધો.મોર નૃત્ય કરે છે.સહાયક ડ્રાફ્ટ લખે છે. લતા કથા સંભળાવે છે. કર્મચારી કામ કરે છે. / जैसे- सहायक मसौदा लिखता है। लता कथा सुनाती है। कर्मचारी काम करते हैं। - કર્મણિ વાક્યો: એમાં ક્રિયાના લિંગ, વચન અને પુરુષ, ‘કર્મ’ મુજબ હોય છે. તેને કર્મ પ્રધાન ક્રિયા પણ કહે છે.
कर्मवाच्य: इसमें क्रिया का लिंग, वचन और पुरुष ‘कर्म’ के अनुसार होता है। इसको कर्मप्रधान क्रिया भी कहते हैं।
જેમ કે- હરીશ દ્વારા શીરો ખવાયો.મોર દ્વારા નૃત્ય કરાય છે.સહાયક દ્વારા ડ્રાફ્ટ લખાઈ ગયો. લતા દ્વારા કથા સંભળાવાય છે.કર્મચારી દ્વારા કામ કરાય છે.સરકાર દ્વારા નિયમ બનાવાય છે. વગેરે
/ जैसे- सहायक द्वारा मसौदा लिखा गया। सरकार द्वारा नियम बनाए जाते हैं।
हिंदी में अधिकतर कर्तृवाच्य का ही प्रयोग होता है। - પ્રેરણા વાક્ય: વાક્યમાં ક્રિયા કરવા માટે બીજાને પ્રેરણા આપવી તેને પ્રેરક વાક્ય કહેવાય છે. અહિયાં ક્રિયાનો ભાવ જ મુખ્ય હોય છે.એમાં કર્તાની આગળ ‘થી’, ‘પાસે’ લગાવવાથી પ્રેરણા વાક્ય બને છે.
भाववाच्य: जहाँ न तो कर्ता की प्रधानता हो और न कर्म की, बल्कि जहां क्रिया का भाव ही मुख्य हो, उसे भाववाच्य कहते हैं। इसमें कर्ता के आगे ‘से’ या ‘के द्वारा’ लगा दें तो कर्तृवाच्य से भाववाच्य रूप बनाया जा सकता है।
દાખલા તરીકે - મારાથી બોલાતું નથી.
- અમારાથી બેસાતું નથી.
- બહેને રાધા પાસે ગીત ગવડાવ્યું.
- / उदाहरण:
- मुझसे बोला भी नहीं जाता।
- हमसे बैठा नहीं जाता।
- राधा से रात भर कैसे जगा जाएगा?
*****
2.10.6 ક્રિયા વિશેષણ / क्रियाविशेषण
ક્રિયા કેવી રીતે બને છે કે કેવી રીતે કાર્ય કરે છે તે દર્શાવતા શબ્દને ‘ક્રિયાવિશેષણ’ કહે છે.
જેમ કે, ગાડી ધીમી ચાલતી હતી; બાળક શાંતિથી ઊંઘી ગયું; દાદીમાં સદાય હસતા હોય;
અહિયાં ધીમી, શાંતિથી અને સદાય વગેરે ક્રિયા કેવી રીતે બની એ બતાવે છે અને તેથી તે ક્રિયાવિશેષણ છે.
ઘણી વાર ખુબ, અત્યંત એવો અર્થ બતાવવા માટે ક્રિયાવિશેષણ બે વાર વપરાય છે.
જેમ કે, અમે ધીમે ધીમે ગયા; તે બેઠા બેઠા પગાર લે છે.
અહિયાં ધીમે ધીમે (ખુબ ધીમેથી), બેઠા બેઠા (જરાય કામ કર્યા વગર) ક્રિયાવિશેષણ છે જે બે વાર વપરાયા છે.
जो शब्द क्रिया की विशेषता बताएं या क्रिया के अर्थ में. कुछ विशेषता प्रकट करे, वे क्रियाविशेषण कहलाते हैं।
જેમ કે- જલદી, અહિયાં વગેરે / जैसे- जल्दी, यहां आदि।
2.11 વાક્ય રચના / वाक्य-रचना
વાક્યની રચના આવશ્યક પદો થી થાય છે. આ પદો સર્વનામ, વિશેષણ, ક્રિયા, તથા અન્વય હોય છે.
वाक्य की रचना मूलत: पदों से होती है। ये पद संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया तथा अव्यय होते हैं।
ક્યારે-ક્યારે પદોથી શબ્દ સમૂહની રચના થાય છે, અને આ શબ્દ સમૂહ વાક્યની રચનામાં, સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ નાં રૂપમાં આવે છે.
कभी-कभी पदों से पदबंध की रचना होती है, और वाक्य की रचना में ये पदबंध, संज्ञा, सर्वनाम, विशेषण, क्रियाविशेषण आदि के रूप में आते हैं।
ઉપર ની વાતો સાદા વાક્યની રચનામાં આવે છે જેમા, જેમ કે પહેલા કહ્યું છે તેમ, એક ઉદ્દેશ્ય અને એક વિધેય હોય છે. પહેલા કહ્યું છે તેમ, સંયુક્ત અને મિશ્ર વાક્યની રચના વિવિધ પ્રકારના સરળ વાક્યો થી થાય છે. મિશ્ર વાક્યોમાં બે કે વધુ સરળ વાક્યો એ રીતે જોડવામાં આવે છે કે એમાં એક મુખ્ય ઉપવાક્ય થઇ જાય છે અને બાકીના આશ્રિત ઉપવાક્ય તરીકે રહે છે. સંયુક્ત વાક્યમાં સરળ વાક્યો એ રીતે જોડવામાં આવે છે કે કોઈ પણ ઉપવાક્ય આશ્રિત નથી હોતું.
उपर्युक्त बातें सरल वाक्य की रचना में मिलती हैं जिसमें, जैसा कि पीछे कहा जा चुका है, कि एक उद्देश्य और एक विधेय होता है। संयुक्त और मिश्रित वाक्य की रचना जैसा कि पीछे दिया गया है, विभिन्न प्रकार के सरल वाक्यों से होती है। मिश्रित वाक्य में दो या अधिक सरल वाक्य इस प्रकार जोड़े जाते हैं कि उनमें एक तो प्रधान उपवाक्य हो जाता है, और शेष आश्रित उपवाक्य रहते हैं। संयुक्त वाक्य में सरल वाक्य इस प्रकार जोड़े जाते हैं कि कोई भी उपवाक्य आश्रित नहीं होता।
પદોથી વાક્ય રચના કરવાના સંદર્ભમાં પદ્ક્રમ અને અન્વય નું વિશેષ મહત્વ છે, જેનું અર્થઘટન નીચે મુજબ બતાવ્યું છે.
पदों से वाक्य-रचना करने के संदर्भ में पदक्रम एवं अन्वय का विशेष महत्व है, जिसका विवेचन नीचे दर्शाया गया है:
2.12 શબ્દ ક્રમ / पदक्रम (word order)
શબ્દ ક્રમ નો અર્થ છે ‘વાક્યમાં શબ્દોને રાખવાનો ક્રમ’. ‘પદ’ ને શબ્દ કહેવાનું કારણ એ છે કે અમુક લોકો ‘પદક્રમ’ ને ‘શબ્દ્ક્રમ’ પણ કહે છે. દરેક ભાષાઓનાં વાક્યોમાં પદો કે શબ્દોનો પોતાનો એક ક્રમ હોય છે. દાખલા તરીકે અંગ્રેજીમાં કર્તા + ક્રિયા + કર્મ (Ram killed Mohan) નો ક્રમ છે તો ગુજરાતીમાં કર્તા + કર્મ+ ક્રિયા (રામે મોહન ને મારી નાખ્યો) નો ક્રમ છે. અહિયાં ગુજરાતી વાક્યોમાં શબ્દ ક્રમની ચર્ચા થઇ રહી છે. મુખ્ય મુદ્દા નીચે મુજબ છે--
‘पदक्रम’ का अर्थ है ‘वाक्य में पदों के रखे जाने का क्रम’। ‘पद’ को ‘शब्द’ कहने के कारण कुछ लोग ‘पदक्रम’ को ‘शब्दक्रम’ भी कहते हैं। हर भाषा के वाक्य में पदों या शब्दों के अपने क्रम होते हैं। उदाहरण के लिए अंग्रेजी में कर्ता+क्रिया+कर्म (Ram killed Mohan) का क्रम है तो हिंदी में कर्ता+कर्म+क्रिया (राम ने मोहन को मार डाला)। यहां हिंदी वाक्यों में पदक्रम पर विचार किया जा रहा है। मुख्य बातें निम्नांकित हैं—
(1) કર્તા વાક્યમાં પહેલા અને ક્રિયા સામાન્ય રીતે અંતમાં હોય છે. / कर्ता वाक्य में पहले और क्रिया प्राय: अंत में होती है:
જેમ કે-મોહન ગયો, છોકરો દોડ્યો. આમાં ભાર મુકવા માટે ક્રમ ઉલટા પણ થઇ શકે છે. ગયો તે છોકરો, પાસ થઇ ગયા તમે / जैसे - मोहन गया, लड़का दौड़ा। यों बल देने के लिए क्रम उलट भी सकते हैं। गया वह लड़का, पास हो चुके तुम।
(2) કર્તાનો વિસ્તાર તેની પહેલા અને ક્રિયાનો વિસ્તાર કર્તાની પછી આવે છે. / कर्ता का विस्तार उसके पहले तथा क्रिया का विस्तार कर्ता के बाद आता है:
જેમ કે.- રામનો છોકરો મોહન ગાડીથી તેની ઘરે ગયો. / जैसे - राम का लड़का मोहन गाड़ी से अपने घर गया।
(3) કર્મ તથા પુરક, કર્તા અને ક્રિયાની વચ્ચે આવે છે: / कर्म तथा पूरक कर्ता और क्रिया के बीच में आते हैं:
જેમ કે- રામે પુસ્તક લીધું. / जैसे - राम ने पुस्तक ली।
જો બે કર્મ હોય તો ગૌણ કર્મ પહેલા તથા મુખ્ય કર્મ પછી આવે છે. / यदि दो कर्म हों तो गौण कर्म पहले तथा मुख्य कर्म बाद में आता है:
જેમ કે- રામે મોહન ને પત્ર લખ્યો. / जैसे - राम ने मोहन को पत्र लिखा।
કર્મ તથા પુરકનો વિસ્તાર તેની પહેલા આવે છે. / कर्म तथा पूरक के विस्तार उनके पूर्व आते हैं:
જેમ કે- રામે તેના મિત્ર નાં પુત્ર રાજીવને વધાઈનો પત્ર લખ્યો, મોહન સારો ડોકટર છે. / जैसे - राम ने अपने मित्र के बेटे राजीव को बधाई का पत्र लिखा, मोहन अच्छा डाक्टर है।
ભાર મુકવા માટે કર્મ પહેલા પણ આવી શકે છે. / बल देने के लिए कर्म पहले भी आ सकता है:
જેમ કે- પુસ્તક લઇ લીધું તમે? / जैसे - पुस्तक ले ली तुमने?
(4) વિશેષણ સામાન્ય રીતે વિશેષ્યની પહેલા આવે છે. / विशेषण प्राय: विशेष्य के पूर्व आते हैं:
જેમ કે- ઝડપી ઘોડાને ઇનામ મળ્યું, આળસુ વિદ્યાર્થી નાપાસ થયો છે. / जैसे - तेज़ घोड़े को इनाम मिला, अकर्मण्य विद्यार्थी फेल हो गया है।
(5) ક્રિયા વિશેષણ સામાન્ય રીતે કર્તા અને ક્રિયાની વચ્ચે આવે છે. / क्रियाविशेषण प्राय: कर्ता और क्रिया के बीच में आते हैं:
જેમ કે- બાળક ધીરે ધીરે ખાઈ રહ્યું છે. / जैसे - बच्चा धीरे-धीरे खा रहा है।
(6) સર્વનામ સામાન્ય રીતે સંજ્ઞા ની જગ્યાએ આવે છે. / सर्वनाम प्राय: संज्ञा के स्थान पर आता है।
(7) હિન્દીમાં ક્રિયા સામાન્ય રીતે અંતમાં આવે છે. / हिंदी में क्रिया सामान्यत: अंत में आती है।
જેમ કે- હું ચાલ્યો, હું હવે ચાલ્યો / जैसे - मैं चला, मैं अब चला।
2.13 અન્વય / अन्वय (Agreement)
‘અન્વય’- નો અર્થ છે ‘પાછળ આવવું’, ‘અનુરૂપ થવું’, અથવા ‘સમાનતા’. વ્યાકરણમાં તેનો અર્થ છે ‘વ્યાકરણીય સમાનતા’ અર્થાત વાક્યમાં હોય અથવા વધારે શબ્દોના આપસી વ્યાકારણીય એકરૂપતાને અન્વય કહે છે. તે લિંગ, વચન, પુરુષ, તથા મૂળ અને વિકૃત રૂપની હોય છે.
‘अन्वय’-का अर्थ है ‘पीछे जाना’, ‘अनुरूप होना’अथवा ‘समानता’। व्याकरण में इसका अर्थ है ‘व्याकरणिक एकरूपता’ अर्थात् वाक्य में हो या अधिक शब्दों की आपसी व्याकरणिक एकरूपता को अन्वय कहते हैं। यह लिंग, वचन, पुरुष, तथा मूल और विकृत रूप की होती है:
(क़) સીતા ઘેર ગઈ. (બંને સ્ત્રીલિંગ એકવચન) / सीता घर गई। (दोनों स्त्रीलिंग एकचवन)
(ख) છોકરો ઘેર ગયો. (બંને પુલ્લિંગ એકવચન) / लड़का घर गया। (दोनो पुल्लिंग एकवचन)
(ग) તે નેતા છે. (બંને અન્ય પુરુષ એકવચન છે) / वह नेता है (दोनों अन्य पुरुष एकवचन)
(घ) સિપાઈ કાળા ઘોડા પર બેઠો છે.(બંને વિકૃત રૂપ છે) / सिपाही काले घोड़े पर बैठा है। (दोनों विकृत रूप)
આ પછી વિવિધ પ્રકારના શબ્દો વચ્ચે અન્વય પર સંક્ષિપ્તમાં બતાવ્યું છે. / आगे विभिन्न प्रकार के शब्दों के बीच अन्वय पर संक्षेप में विचार किया जा रहा है:
(क) કર્તા અને ક્રિયા નો અન્વય / कर्ता और क्रिया का अन्वय
(1) જો કર્તા ની સાથે કારક-ચિન્હ નાં લાગેલું હોય તો ક્રિયા કર્તા મુજબ હોય છે. / यदि कर्ता के साथ कारक-चिह्न न लगा हो तो क्रिया कर्ता के अनुसार होती है:
જેમ કે- છોકરી ખાવાનું ખાઈ રહી છે, છોકરો રોટી ખાઈ રહ્યો છે. એક વાત ધ્યાન રાખવા જેવી છે કે આવી સ્થિતિમાં ક્રિયા ઉપર કર્મનો પ્રભાવ નથી પડતો. / जैसे - लड़की खाना खा रही है, लड़का रोटी खा रहा है। यह ध्यान देने की बात है कि कर्म का प्रभाव क्रिया पर ऐसी स्थिति में नहीं पड़ता।
(2) આનાથી ઉલટું, જો કર્તાની સાથે ‘ને’, ‘થી’ વગેરે કારક-ચિન્હો લાગેલા હોય તો કર્તા અને ક્રિયા નો અન્વય નથી થતો;
/ इसके विपरीत यदि कर्ता के साथ ने, को, से आदि कारक-चिह्न लगे हों तो कर्ता और क्रिया का अन्वय नहीं होता:
જેમ કે, રામે રોટી ખાધી, મોહન ને જવું છે, સીતાથી ચલાતું નથી, છોકરાઓને જવું છે, છોકરીઓને જવું છે, છોકરાઓથી ચાલતું નથી. /
जैसे - राम ने रोटी खाई, मोहन को जाना है सीता को जाना है, लड़कों को जाना है, लड़कियों को जाना है, राम से चला नहीं जाता, सीता से चला नहीं जाता, लड़कों से चला नहीं जाता।
(3) કર્તા પ્રત્યે આદર દર્શાવવો હોય તો એકવચન કર્તા સાથે બહુવચનની ક્રિયા આવે છે. / कर्ता के प्रति यदि आदर सूचित करना है, तो एकवचन कर्ता के साथ बहुवचन की क्रिया आती है:
જેમ કે- ભગવાન બુદ્ધ મહાન વ્યક્તિ હતા, મહાત્મા ગાંધી માનવતાના સાચા નેતા હતા. /
जैसे - भगवान बुद्ध महान व्यक्ति थे, महात्मा गांधी मानवता के सच्चे नेता थे।
(4) જો વાક્યમાં એક જ લિંગ,વચન,પુરુષનાં કારક-ચિહ્ન વગર કર્તા વગેરે થી જોડાયેલ હોય તો ક્રિયા એ જ લિંગ માં બહુવચન માં હોય છે.:
वाक्य में यदि एक ही लिंग, वचन, पुरुष के कारक-चिह्न रहित कर्ता ‘आदि से जुड़े हों तो क्रिया उसी लिंग में बहुवचन में होती है:
જેમ કે- રામ, મોહન અને દિનેશ વિદેશ જઈ રહ્યા છે; શિલા, અલકા તથા કરુણા કાલે આવશે. /
जैसे - राम, मोहन और दिनेश विदेश जा रहे हैं; शीला, अलका तथा करुणा कल आएँगी।
પરંતુ એવા કેટલાક શબ્દો કે મળીને એક જ વસ્તુ નો બોધ કરાવતા યોય તો પછી ક્રિયા એકવચન માં હશે. /
किन्तु यदि ऐसे कई शब्द मिलकर एक ही वस्तु का बोध करा रहे हों तो क्रिया एकवचन में होगी:
જેમ કે-આ રહી ઘોડા-ગાડી / जैसे - यह रही उसकी घोड़ा-गाड़ी।
(5) અલગ-અલગ લિંગો નાં બે એકવચન કર્તા જો કારક-ચિહ્ન વગર હોય તો ક્રિયા પુલ્લિંગ-બહુવચનમાં હોય છે. /
अलग-अलग लिंगों के दो एकवचन कर्ता यदि कारक-चिह्न रहित हों तो क्रिया पुल्लिंग-बहुवचन में होती है –
જેમ કે વર અને કન્યા ગયા, માતાજી અને પિતાજી આવશે. /
जैसे - वर और वधू गए, माताजी और पिताजी आएँगे।
(6) જો અલગ-અલગ લિંગો અને વચનો નાં કોઈ કર્તા કારક-ચિહ્ન વગરના હોય તો ક્રિયા, વચનની દ્રષ્ટીએ બહુવચનમાં હશે પરંતુ લીંગની દ્રષ્ટિ થી છેલ્લા કર્તાના લિંગ મુજબ થશે: /
यदि अलग-अलग लिंगों और वचनों के कई कर्ता कारक-चिह्न रहित हों तो क्रिया वचन की दृष्टि से तो बहुवचन में होगी किन्तु लिंग की दृष्टि से अंतिम कर्ता के लिंग के अनुसार:
જેમ કે- એક છોકરો અને કેટલીક છોકરીઓ જઈ રહી છે, એક છોકરી અને કેટલાક છોકરાઓ જઈ રહ્યા છે /
जैसे - एक लड़का और कई लड़कियां जा रही हैं, एक लड़की और कई लड़के जा रहे हैं।
(7) જો કર્તા ઘણા પુરુષમાં હોય તો પહેલા અન્ય પુરુષને, એના પછી મધ્યમ પુરુષને અને છેલ્લે અંતમાં ઉત્તમ પુરુષને રાખવા જોઈએ. /
यदि कर्ता कई पुरुषों में हों तो पहले अन्य पुरुष को उसके बाद मध्यम पुरुष को और सबसे अन्त में उत्तम पुरुष को रखना चाहिए। क्रिया अन्तिम के अनुसार होगी।
જેમ કે-આવો, મોહન તુ અને અમે વાંચીએ; મોહન અને તમે જાઓ; શ્યામ, તુ અને હું ચાલીશ. /
जैसे - आओ, मोहन तुम और हम पढ़ें: मोहन और तुम जाओ; श्याम तुम और मैं चलूंगा।
(8) દર્શન, આંસુ, પ્રાણ, હોશ વગેરે કર્તાના રૂપમાં આવે પછી ક્રિયા બહુવચનમાં હોય છે. /
दर्शन, आँसू, प्राण, होश, आदि के कर्ता रूप में आने पर क्रिया बहुवचन में होती है:
જેમ કે- બહુ દિવસો પછી તમારા દર્શન થયા છે, સિંહને જોતા જ મારા તો પ્રાણ જ સુકાઈ ગયા. /
जैसे - बहुत दिनों बाद आपके दर्शन हुए हैं, शेर को देखते ही मेरे तो प्राण ही सूख गए।
(9) કર્તા કે લીંગની ખબર ન હોય તો ક્રિયા પુલ્લિંગ હોય છે; /
कर्ता के लिंग का पता न हो तो क्रिया पुल्लिंग होती है:
જેમ કે- હમણા-હમણા કોણ બહાર ગયું છે? / जैसे - अभी-अभी कौन बाहर गया है?
(ख) કર્મ અને ક્રિયાનો અન્વય / कर्म और क्रिया का अन्वय
કર્તા ની સાથે કારક-ચિહ્ન હોય તો ક્રિયા કર્મ ને અનુસાર હોય છે.
कर्ता के साथ कारक-चिह्न हो तो क्रिया कर्म के अनुसार होती है:
જેમ કે-રામે રોટલી ખાધી, સીતાએ એક કેરી ખાધી, છોકરાઓએ એક પ્રદર્શની જોઈ, મોહન ને રોટલી ખાવી છે, સીતાને અત્યારે છાપું વાંચવું છે, હવે શિલાથી આ ખાવાનું ખવાતું નથી, રામૂથી આ સુકી રોટીઓ ખવાતી નથી, બીમારે રોટલી ખાવી જોઈએ, બિમારે દૂધ પીવું જોઈએ. / जैसे - राम ने रोटी खाई, सीता ने एक आम खाया, लड़कों ने वह प्रदर्शनी देखी, मोहन को रोटी खानी है, सीता को अभी अखबार पढ़ना है, शीला से यह खाना अब खाया नहीं जाता, रामू से ये सूखी रोटियां नहीं खाई जातीं, बीमार को रोटी खानी चाहिए, बीमार को दूध पीना चाहिए।
ક્રિયા નાં કર્મ અનુસાર થવા માટે એ જરૂરી છે કે કર્મ ની સાથે કારક-ચિહ્ન ન હોય. જો કારક-ચિહ્ન હોય તો ક્રિયા તેનું અનુસરણ નહી કરે: /
क्रिया के कर्म के अनुसार होने के लिए आवश्यक है कि कर्म के साथ कारक-चिह्न न हो। यदि कारक-चिह्न हुआ तो क्रिया उसका अनुसरण नहीं करेगी:
જેમ કે- સીતાએ એ ચીઠ્ઠી વાંચી, રામે એ ચીઠ્ઠી ને વાંચી. / जैसे - सीता ने उस चिट्ठी को पढ़ा, राम ने उस चिट्ठी को पढ़ा।
આવી જ રીતે કર્તાની સાથે કારક-ચિહ્ન ન હોય તો ત્યારે પણ ક્રિયા કર્મનું અનુંસરણ નહી કરે: /
ऐसे ही कर्ता के साथ कारक-चिह्न न हुआ तब भी क्रिया कर्म का अनसुरण नहीं करेगा:
જેમ કે- રામ રોટલી ખાઈ રહ્યો છે, સીતા ચાવલ ખાઈ રહી છે. /
जैसे - राम रोटी खा रहा है, सीता चावल खा रही है।
(ग) કર્તા અને કર્મ થી નિરપેક્ષ ક્રિયા / कर्ता और कर्म से निरपेक्ष क्रिया
જો કર્તા અને કર્મ બંને ની સાથે કારક-ચિહ્ન હોય તો ક્રિયા હંમેશા પુલ્લિંગ એકવચન હોય છે: /
यदि कर्ता और कर्म दोनों के साथ कारक-चिह्न हों तो क्रिया सदा ही पुल्लिंग एकवचन होती है:
જેમ કે- વિદ્યાર્થી એ વિદ્યાર્થીની ને જોઈ, વિદ્યાર્થીની એ વિદ્યાર્થી ને જોયો, વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીની ને જોઈ, વિદ્યાર્થીનીઓ એ વિદ્યાર્થીઓને જોયા, મેં (પુરુષ) તેને (સ્ત્રી) જોઈ, તેને (સ્ત્રી) મને જોયો / जैसे - छात्र ने छात्रा को देखा, छात्रा ने छात्र को देखा, छात्रों ने छात्रा को देखा, छात्राओं ने छात्रों को देखा, मैंने (पुरुष) उसे (स्त्री) देखा, उसने (स्त्री) मुझे (पुरुष) देखा।
(घ) વિશેષણ અને વિશેષ્યનો અન્વય / विशेषण और विशेष्य का अन्वय
વિશેષણ નાં અન્વય નો સવાલ માત્ર એ વિશેષણો સાથે આવે છે કે જે ‘આ’-કારાંત હોય છે. બાકી બધા વિશેષણ, જેમ કે વિશેષણ નાં પ્રકરણ માં કહેવાયેલું છે, હમેશા એકરૂપ રહે છે;
विशेषण के अन्वय का प्रश्न केवल उन्हीं विशेषणों के साथ उठता है जो आकारांत होते हैं। शेष सभी विशेषण, जैसा कि विशेषण के अध्याय में कहा जा चुका है, हमेशा एकरूप रहते हैं:
જેમ કે, સુંદર ફુલ, સુંદર પત્તી, સુંદર ફૂલોને, સુંદર પત્તીઓ: / जैसे - सुन्दर फूल, सुन्दर पत्ती, सुन्दर फूलों को, सुन्दर पत्तियां।
(1) ‘આ’-કારાંત વિશેષણ ભલે વિશેષ્ય પહેલા આવે કે પછી આવે, તે વિધેય-વિશેષણ નાં રૂપમાં, લિંગ-વચન માં વિશેષ્ય ને અનુસાર જ રહે છે:
आकारांत विशेषण चाहे विशेष्य के पहले आए अथवा बाद में विधेय-विशेषण के रूप में, वह लिंग-वचन में विशेष्य के अनुसार ही रहता है:
જેમ કે- પેલું ઝાડ ખુબ લાંબુ છે, પેલું લાંબુ ઝાડ સુંદર છે, પેલી લાંબી ડાળી ફૂલોથી લદાયેલી છે, પેલી ડાળી લાંબી છે. / जैसे - वह पेड़ बहुत लंबा है, वह लंबा पेड़ खूबसूरत है, वह लंबी डाली फूलों से लदी है, वह डाली लंबी है।
(2) જો વિશેષ્ય મૂળ રૂપમાં હોય તો આકારાંત વિશેષણ પણ મૂળ રૂપમાં આવે છે, પરંતુ જો તે વિકૃત રૂપમાં હોય તો વિશેષણ પણ વિકૃત રૂપમાં આવે છે.:
यदि विशेष्य मूल रूप में है तो आकारांत विशेषण भी मूल रूप में आता है, किन्तु यदि वह विकृत रूप में है तो विशेषण भी विकृत रूप में आता है:
જેમ કે, લાંબો છોકરો ગયો, લાંબા છોકરાને બોલાઓ. / जैसे - लंबा लड़का गया, लंबे लड़के को बुलाओ।
જો વિશેષ્ય વિકૃત રૂપમાં હોય પરંતુ પરિવર્તિત નાં હોય, તો પણ વિશેષણ પરિવર્તિત થઇ જશે:
विशेष्य विकृत रूप में हो किन्तु परिवर्तित न हो, तब भी विशेषण परिवर्तित हो जाएगा:
જેમ કે – પીળું ફૂલ ખીલ્યું છે, પીળા ફૂલને તોડી દો. / जैसे - पीला फूल खिला है, पीले फूल को तोड़ लो।
(3) એક વિશેષણ નાં ગમે તેટલા વિશેષ્ય હોય તો પણ આ જ નિયમ લાગૂ પડે છે:
एक विशेषण के कई विशेष्य हों तब भी ये ही नियम लागू होते हैं:
જેમ કે- પેલું મોટું અને લીલું મકાન સુંદર છે, તે મોટા અને લીલા મકાનમાં કોણ રહે છે? /
जैसे - वह बड़ा और हरा मकान सुन्दर है, उस बड़े और हरे मकान में कौन रहता है?
(4) ઘણા બધા સમાસ રહિત વિશેશ્યોના વિશેષણો નિકટવર્તી વિશેષ્ય ને અનુરૂપ હોય છે.
अनेक समासरहित विशेष्यों का विशेषण निकटवर्ती विशेष्य के अनरूप होता है।
જેમ કે, ભોળા-ભાળાં બાળકો અને બાળકીઓ, ભોળી-ભાળી બાળકીઓ અને બાળકો / जैसे - भोले-भाले बच्चे और बच्चियां, भोली-भाली बच्चियां और बच्चे।
(ड.) સંબંધ અને સંબંધીનો અન્વય / संबंध और संबंधी का अन्वय
સંબંધના રૂપો પર પણ એ જ નિયમ લાગુ પડે છે જે વિશેષણ ને માટે ઉપર આપેલ છે. હકીકતમાં સંબંધ નાં રૂપમાં વિશેષણ જ હોય છે તથા સંબંધી વિશેષ્ય હોય છે.
सम्बन्ध के रूपों पर भी वही नियम लागू होते हैं, जो ऊपर विशेषण के बारे में दिए गये हैं। वस्तुत: सम्बन्ध के रूप विशेषण ही होते हैं तथा सम्बन्धी विशेष्य होता है:
જેમ કે- આ મારી છડી છે, આ છડી મારી છે, તેણીની માતા અને પિતા ગયા, તેનાં પિતા અને માતા ગઈ. / जैसे - यह मेरी छड़ी है, यह छड़ी मेरी है, उसकी माताजी तथा पिताजी गये, उसके पिताजी तथा माताजी गईं।
(च) સર્વનામ અને સંજ્ઞા નો અન્વય / सर्वनाम और संज्ञा का अन्वय
(1) જે સંજ્ઞાની જગ્યાએ સર્વનામ આવે છે તેના જ લિંગ-વચન નું અનુસરણ કરે છે.:
सर्वनाम उसी संज्ञा के लिंग-वचन का अनुसरण करता है, जिसके स्थान पर आता है:
જેમ કે, તે (સીતા) ગઈ, તે (રામ) ગયો, તે (છોકરાઓ) ગયા, મારા પિતાજી અને મોટા ભાઈ આવ્યા છે, તે (લોકો) કાલે જશે. / जैसे - वह (सीता) गई, वह (राम) गया, वे (लड़के) गए, मेरे पिताजी और बड़े भाई आए हैं, वे (लोग) कल जाएँगे।
(2) આદર માટે એકવચન સંજ્ઞા માટે બહુવચન સર્વનામ નો પ્રયોગ થાય છે.
आदर के लिए एकवचन संज्ञा के लिए बहुवचन सर्वनाम का प्रयोग होता है।
જેમ કે- પિતાજી આવ્યા છે અને તે એક-બે દિવસ રોકાશે; તે પછી તેમને મુંબઈ જવાનું હશે. /
जैसे - पिताजी आए हैं और वे एक-दो दिन रुकेंगे; उसके बाद उन्हें बम्बई जाना होगा।
(3) કોઈ વર્ગના પ્રતિનિધિ નાં રૂપમાં ‘હું’ નાં સ્થાન પર અમે નો પ્રયોગ થાય છે.એવી જ રીતે ‘મારા’ ની જગ્યાએ ‘અમારા’ વગેરે અન્ય રૂપ નો પણ. એટલા માટે સંપાદક, પ્રતિનિધિ મંડળ નાં નેતા, દેશના પ્રતિનિધિ, દેશ તરફથી બોલવાવાળા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, વગેરે ‘અમે’, ‘અમારા’ વગેરેનો જ પ્રયોગ કરે છે, નહી કે ‘હું’, ‘મારો’ વગેરે. જો તેઓ હું, મારો, વગેરે નો પ્રયોગ કરે તો તેનો અર્થ વ્યક્તિગત રૂપ માં થાય છે.
किसी वर्ग के प्रतिनिधि के रूप में ‘मैं’ के स्थान पर ‘हम’ का प्रयोग होता है। इसी प्रकार ‘मेरा’ के स्थान पर ‘हमारा’ आदि अन्य रूपों का भी। इसीलिए संपादक, प्रतिनिधि-मंडल का नेता, देश का प्रतिनिधि, देश की ओर से बोलनेवाला राष्ट्रपति, प्रधानमंत्री आदि हम, हमारा आदि का ही प्रयोग करते हैं, मैं, मेरा आदि का नहीं। यदि वे मैं, मेरा आदि का प्रयोग करें तो उसका अर्थ उनका व्यक्तिगत रूप आदि होता है।
(4) તુ, તમે, આપ વગેરે મધ્યમ પુરુષ છે, પરંતુ પ્રયોગમાં તે સંબંધિત સંજ્ઞા મુજબ આવે છે. ત્રણે નો તફાવત સર્વનામનાં પ્રસંગમાં બતાવાઈ ગયું છે.
तू, तुम, आप तीनों ही मध्यम पुरुष हैं, किन्तु प्रयोग में वे सम्बन्धित संज्ञा के अनुसार आते हैं। तीनों का अन्तर सर्वनाम के प्रसंग में बतलाया जा चुका है।
2.14 અધ્યાહાર / अध्याहार
અધ્યાહાર એટલે, વાક્યનો અર્થ કરતી વખતે કોઈક એવા શબ્દો લાવવા કે જેમને વાક્ય બનાવતી વખતે છોડી દેવામાં આવે છે કારણ કે તેમના ન હોવાથી પણ એવા સંજોગોમાં વાક્યનો અર્થ સમજવામાં કોઈ તકલીફ નથી પડતી. ‘રામ જઈ રહ્યો છે અને મોહન પણ જઈ રહ્યો છે’ એ મૂળ વાક્ય છે પરંતુ અંતિમ ‘જઈ રહ્યો છે.’ નો અધ્યાહાર કરીને તેને ‘રામ જઈ રહ્યો છે અને મોહન પણ’ તરીકે સંક્ષિપ્ત રૂપ આપવામાં આવ્યું છે.
‘રામ જઈ રહ્યો છે અને મોહન પણ જઈ રહ્યો છે’; ‘રામ જઈ રહ્યો છે અને મોહન પણ’:
‘राम जा रहा है और मोहन भी’: ‘राम जा रहा है और मोहन भी जा रहा है’,
‘जा रहा है’
अध्याहार का अर्थ है, वाक्य का अर्थ करते समय कुछ ऐसे शब्दों को लाना जिन्हें वाक्य बनाते समय छोड़ दिया गया है क्योंकि उनके न रहने पर भी उस प्रसंग में वाक्य को समझने में बाधा नहीं पड़ती। ‘राम जा रहा है और मोहन भी’ वाक्य मूलत: हे ‘राम जा रहा है और मोहन भी जा रहा है’, किन्तु अन्तिम ‘जा रहा है’ का अध्याहार करके वाक्य को यह संप्क्षित रूप दे दिया गया है।
સાંભળ્યું છે રાજાની ઘેર ચોરી થઇ ગઈ. – सुना है राजा साहब के घर चोरी हो गई
ઘરની મુર્ગી દાળ બરાબર: घर की मुर्गी दाल बराबर,
નવું નવ દિવસ, જુનું સો દિવસ. नया नौ दिन पुराना सौ दिन।
(2) राम जा रहा है और मोहन भी । અધ્યાહાર; ‘જઈ રહ્યો છે’, अध्याहार; ‘जा रहा है’!
તમારૂ નામ શું છે? રામ. तुम्हारा नाम क्या है? - राम
( અધ્યાહાર: ‘મારું નામ છે’ / ‘मेरा नाम है’
(आ) એ એવો સીધો છે જેવી કે ગાય.: वह ऐसा सीधा है जैसे गाय { અધ્યાહાર -સીધી હોય છે / अध्याहार; ‘सीधी होती है’ }
અધ્યાહારના ઘણા પ્રકાર છે;
(૧) કર્તાનો અધ્યાહાર-સાંભળ્યું છે,રાજાસાહેબની ઘેર ચોરી થઇ ગઈ.
(૨) ક્રિયાનો અધ્યાહાર-(૧ ) લોકોક્તિમાં: ઘરની મુર્ગી દાળ બરાબર, નવું નવ દિવસ જુનું સો દિવસ (૨) રામ જઈ રહ્યો છે અને મોહન પણ. અહિયાં ‘પણ’ એ ‘જઈ રહ્યો છે’ નું અધ્યાહાર છે
(૩) વાક્યાન્શમાં અધ્યાહાર-(ક) પ્રશ્નોત્તરીમાં; પ્રશ્ન –તમારું નામ શું છે? જવાબ- રામ ( ‘મારું નામ’ તથા ‘છે’ નો અધ્યાહાર છે.)
(ખ) તે એવો સીધો છે જેમકે ગાય. (સીધી હોય છે તેનો અધ્યાહાર છે.)
अध्याहार कई प्रकार का हाता है: (क) कर्ता का अध्याहार – सुना है राजा साहब के घर चोरी हो गई, (ख) क्रिया का अध्याहार – (1) लोकोक्तियों में: घर की मुर्गी दाल बराबर, नया नौ दिन पुराना सौ दिन। (2) राम जा रहा है और मोहन। यहां ‘जा रहा है’ का अध्याहार है, (ग) वाक्यांश का अध्याहार – (अ) प्रश्नोत्तर में: प्रश्न – तुम्हारा नाम क्या है? उत्तर- राम (‘मेरा नाम’ तथा ‘है’ का अध्याहार)। (आ) अन्यत्र: वह ऐसा सीधा है जैसे गाय (‘सीधी होती है’ का अध्याहार)।
******************************